Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય જનતાને મોંઘવારી મોરચે રાહત મળી છે. સપ્ટેમ્બર દરમિયાન રિટેલ ફુગાવો ઘટીને 5.02% સાથે ત્રણ મહિનાના નીચલા સ્તરે નોંધાયો છે. જે જૂન 2023 બાદ સૌથી ઓછો છે. ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83% અને જુલાઇમાં 7.44% હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ આરબીઆઇ દ્વારા નિર્ધારિત મોંઘવારી દર (6%)થી નીચે છે. જે સકારાત્મક સંકેત છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી મોરચે રાહત બાદ હવે આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન વ્યાજદરોમાં કાપ મૂકવાનો નિર્ણય લે તેવી શક્યતા વધી છે.