દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સામેલ ‘યેલ’’માં વીતેલા શૈક્ષણિક વર્ષમાં 80% વિદ્યાર્થીઓને ‘એ’’ ગ્રેડ મળ્યો. આ આંકડો યેલમાં ઈકોનોમિક્સના પ્રોફેસર રે. ફેયરના રિપોર્ટમાં સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનો સરેરાશ ગ્રેડ પોઈન્ટ 3.7 રહ્યો, જે મહામારી પહેલાંનાં વર્ષોથી વધુ છે અને રાષ્ટ્રીય સરેરાશ (4.0) બરાબર છે. વિદ્યાર્થીઓ માટે એ ખુશીની વાત હોય શકે છે પરંતુ યુનિવર્સિટીના કેટલાક જૂના વિદ્યાર્થી અને પૂર્વ પ્રોફેસર આનાથી ખુશ નથી.
તેમણે કહ્યું કે જ્યારે બધાને એ ગ્રેડ મળશે તો એક્સેલન્સનું શું થશે? યેલ અમેરિકાની ત્રીજી સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. તમામ રેન્કિંગમાં આ ટોપ-10માં છે. યેલમાં ફિલોસોફીના પ્રોફેસર શેલી કગન કહે છે કે એ ગ્રેડ એટલે કે ‘ઉત્કૃષ્ટ’’ છે. પરંતુ આ ગ્રેડને જોઈને લાગે છે કે આપણે વિદ્યાર્થીઓ પ્રત્યે અપ્રામાણિક થઈ રહ્યા છીએ. આ પ્રવૃત્તિએ ગ્રેડનો અર્થ જ બગાડી નાખ્યો. વિદ્યાર્થી હવે નથી વિચારતા કે ‘બી’’નો અર્થ સારો થાય છે. ‘એ’’ ન્યૂ નોર્મલ થઈ ગયો છે.
રિપોર્ટ અનુસાર 2010-11માં 67% તો 2018-19 સુધી 73% ‘એ’’ રેન્જમાં હતા. મહામારી દરમિયાન આંકડાઓ વધ્યા. 2021-22માં આશરે 82% ‘એ’’ રેન્જમાં હતા. ગયા શૈક્ષણિક વર્ષમાં આ આંકડો 79% સુધી પહોંચી ગયો.
ડયૂક યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને ગ્રેડ ઇન્ફ્લેશન એક્સપર્ટ સ્ટુઅર્ટ રોજસ્ટેજર કહે છે, ’80ના દાયકાની શરૂઆતથી દેશભરની કોલેજોમાં જીપીએ દરેક દશક 0.1ના દરે વધી રહ્યો છે. પ્રાઈવેટ સંસ્થાઓમાં સરકારી સંસ્થાઓની સરખામણીએ જીપીએ વધુ હોય છે. રોજસ્ટેજર મુજબ 2013માં સરકારી સંસ્થાઓનો જીપીએ 3.1 જ્યારે પ્રાઇવેટમાં 3.3થી 3.4 હતો. યેલ અને હાર્વર્ડની સરેરાશ હજુ પણ વધુ છે.