કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ સતત બીજી વખત વર્લ્ડ કપના ટોપ-8માં પહોંચી છે. ઇંગ્લેન્ડનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સાથે છે.
ટીમ ઓવરઓલ 10મી વખત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ઇંગ્લેન્ડ 1954, 1962, 1970, 1986, 1990, 2002, 2006, 2018, 2022ની સિઝનમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, 1966માં ટ્રોફી ઉપાડવાની તક પણ મળી હતી. બાકીના પ્રસંગોએ ટીમ નોકઆઉટ રાઉન્ડમાં હારી ગઈ હતી.
1966ની ચેમ્પિયન ઇંગ્લેન્ડે આ મેચમાં પોતાની પકડ શરૂઆતથી જ બનાવી લીધી હતી. ગોલ કરવાના 4 પ્રયાસ કર્યા હતા. તેમાંથી 3માં સફળતા મળી હતા. સેનેગલને માત્ર એક તક મળી હતા. પરંતુ, તે ગોલ ન કરી શક્યા.
ઇંગ્લેન્ડને 38મી મિનિટે જોર્ડનના આસિસ્ટના કારણે 1-0ની લીડ મળી હતી. આ પછી મેચની 48મી મિનિટે હેરી કેને ફોડેનને પાસ કર્યો અને ટીમને 2-0ની લીડ અપાવી. તો 57મી મિનિટે સાકાએ ફોડેનને શાનદાર પાસ કર્યો હતો અને ઇંગ્લેન્ડની ટીમને 3-0ની લીડ અપાવી હતી.