વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર ખેલાડીઓ માટે ઐતિહાસિક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનાર આ ટુર્નામેન્ટ અંતર્ગત રાજકોટ સહિત રાજ્યનાં જુદા-જુદા 5 ઝોનમાં નોક-આઉટ સિસ્ટમથી ક્રિકેટ મેચ રમાશે. જેને કારણે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત IPL જેવી જમાવટ જોવા મળશે. જેમાં 320 ટીમોના 4800 ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થશે. લીગની ફાઇનલ મેચ દુબઈમાં યોજાવાની છે. જેમાં વિજેતા ટીમને પાંચ લાખનું પુરસ્કાર આપવામાં આવશે.
શહેરની 2-2 ટીમની અમદાવાદ ખાતે લીગ મેચ યોજાશે વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર ખેલાડીઓ માટે ઐતિહાસિક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગઈકાલે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા અને હિંમતનગર સેન્ટર પર ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કરવામાં આવી છે અને આજથી વિધિવત મેચ શરૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં વિજેતા થયેલી દરેક શહેરની 2-2 ટીમની અમદાવાદ ખાતે લીગ મેચ યોજાશે. જેમાં વિજેતા થનાર 2 ટીમનો ફાઇનલ મેચ દુબઈમાં યોજાશે અને ફાઇનલમાં જીત મેળવનાર ટીમને રૂપિયા 5 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 320 ટીમનાં 4800 ખેલાડીઓ ભાગ લેતા હોય તેવી આ દુનિયાની પ્રથમ ટુર્નામેન્ટ હોવાથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે નોંધ કરવામાં આવી છે.