માર્કેટ વેલ્યુએશનની વાત કરીએ તો દેશની ટોપ 10 કંપનીઓમાંથી 5ના વેલ્યુએશનમાં ગયા સપ્તાહના ટ્રેડિંગ બાદ રૂ. 1,13,117 (1.13 લાખ) કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટોપ ગેઇનર હતી. કંપનીનું માર્કેટ કેપ રૂ. 47,837 કરોડ વધીને રૂ. 9.58 લાખ કરોડે પહોંચ્યું છે.
તે જ સમયે, ઇન્ફોસિસે તેના મૂલ્યાંકનમાં રૂ. 31,827 કરોડ ઉમેર્યા હતા. હવે કંપનીનું માર્કેટ કેપ 8.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ સિવાય HDFC બેંક, ICICI બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના બજાર મૂલ્યમાં પણ ₹11,888 કરોડ, ₹11,761 કરોડ અને ₹9,805 કરોડનો વધારો થયો છે.
જ્યારે ગત સપ્તાહના ટ્રેડિંગ બાદ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂલ્યમાં રૂ. 52,032 કરોડનો ઘટાડો થયો છે અને કંપનીનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 17.23 લાખ કરોડ થયું છે.
તે જ સમયે, ભારતીય જીવન વીમા નિગમ (LIC), હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ITCના મૂલ્યાંકનમાં પણ ઘટાડો થયો છે.