થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજસ્થાનથી રાજકોટ લઈને જઈ રહેલા દારૂ ભરેલી ટેન્કરને પીસીબી અને બાવળા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને બાવળા હાઈવે પરથી ઝડપી પાડ્યુ છે. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટેન્કરની ઉપર સલ્ફ્યુરિક એસિડ હોવાનું બોર્ડ માર્યંુ હતું અને ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ તેમાં સંતાડ્યો હતો. જો કે પોલીસને શંકા જતા તપાસ કરી હતી અને ચોરખાનામાંથી દારૂની 5640 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂના જથ્થો જપ્ત કરીને ટેન્કરના ચાલકની ધરપકડ કરી છે.
ડ્રાઈવરની વાત સાંભળીને પોલીસે ટેન્કરનું ઢાંકણુ ખોલી ચેક કર્યું તો ટેન્કર ખાલી હતું અંદરની બાજુ કંઈ દેખાયું નહીં. ખાલી ટેન્કર જોઈને પોલીસને શંકા જતાં વધુ તપાસ કરી ત્યારે એક ચોર ખાનું મળી આવ્યંુ હતું. જેથી પોલીસે તે ચોરખાનું ખોલીને જોતા તેમા વિદેશી દારૂની 5640 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને ચાંદમલ મીણાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજકોટના કોઈ બુટલેગરે દારૂ મંગાવ્યો હોવાથી રાજસ્થાનથી દારૂનો જથ્થો રાજકોટ લઈ જવાનો હોવાનું જણાવ્યુ હતું.