આટકોટ પોલીસે મોટા દડવા ગામે દરોડો પાડીને જુગાર રમતા ચાર જુગારીને રંગેહાથ ઝડપી લીધા હતા અને રૂ. 11,410નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્મશાન પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમાતો અને બાતમી મળતા પીએસઆઇ જે એચ સીસોદીયાનાં માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સુરેશભાઈ સોલંકી સહિતના સ્ટાફે દરોડો પાડયો, જેમાં હરેશ ઝાપડા, હરજી મેવાડા, રઘુ શિરોળીયા, વીરમ સુસરાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 11,410નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.