ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) નજીક ચીનને ટક્કર આપવા માટે વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી છે. ભારતીય સશસ્ત્ર દળોએ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક ન્યોમા અને દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ) સેક્ટરમાં બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી છે.
આ ક્ષેત્રો દરિયાઈ સપાટીથી 14,500 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. એપ્રિલ-મે 2020માં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠ બાદ પૂર્વ લદ્દાખમાં મોટી સંખ્યામાં ટેન્ક અને બીએમપી લડાયક વાહનો તેમજ ભારતીય બનાવટના સશસ્ત્ર વાહનો તહેનાત કરવામાં આવ્યા છે. પૂર્વીય લદ્દાખમાં 500થી વધુ ટેન્ક તહેનાાત કરવામાં આવી છે.
હાલમાં જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ 11 મેના રોજ આ ટેન્ક રિપેર સેન્ટરની મુલાકાત લીધી હતી.નોંધનીય છે કે ભારતીય સેનાની આ તૈયારી ચીન માટે પડકારજનક છે.