Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓપનર શુભમન ગિલ (129)ની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ક્વોલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. GT સતત બે સિઝનમાં ફાઇનલમાં પહોંચનારી લીગની ત્રીજી ટીમ બની છે.


હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ હવે 28મી મેના રોજ આ જ મેદાન પર એમએસ ધોનીની આગેવાની હેઠળ રમી રહેલી CSK સામે ફાઇનલ મેચ રમશે. જો પંડ્યા ધોનીને હરાવવામાં સફળ થશે તો તે IPL ઈતિહાસમાં બેક ટુ બેક ટાઈટલ જીતનારી ત્રીજી ટીમ બની જશે.

અમદાવાદમાં મુંબઈએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 2 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સૂર્યાએ તિલક અને ગ્રીન સાથે ભાગીદારી કરી હતી
પાવરપ્લેમાં 2 વિકેટ પડ્યા બાદ તિલક વર્માએ મોટા શોટ ફટકાર્યા હતા. તેણે 14 બોલમાં 43 રનની ઇનિંગ રમી અને સૂર્યકુમાર યાદવ સાથે માત્ર 22 બોલમાં 51 રન બનાવ્યા હતા. તો તિલકના આઉટ બાદ કેમરૂન ગ્રીન અને સૂર્યાએ 32 બોલમાં 51 રન જોડ્યા હતા. ગ્રીન 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો.