Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે 5G ટેલિફોની સર્વિસ લૉન્ચ કરશે. આ સાથે મોબાઇલ ફોનમાં અલ્ટ્રા હાઇસ્પીડ ઇન્ટરનેટના યુગનો આરંભ થશે. સત્તાવાર યાદી મુજબ લૉન્ચ થયાના થોડા વર્ષમાં દેશભરમાં 5G સેવા શરૂ થઈ જશે.


5G સેવાના આરંભ સાથે આર્થિક ગતિવિધિઓની ઝડપમાં પણ વધારો આવશે. વડાપ્રધાન મોદી સમક્ષ ત્રણ ટોચની ટેલિકોમ ઑપરેટર કંપની 5G સેવાનો ડેમો રજૂ કરશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના માલિકીની જીઓ નેટવર્ક મુંબઈના સ્કૂલ ટીચરને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશાના વિદ્યાર્થીઓ સાથે 5Gથી કનેક્ટ કરશે. 5G સેવા વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બનશે.

એરટેલ દ્વારા વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી યુપીની કન્યા હૉલોગ્રામ મારફતે ડાયસ પર વડાપ્રધાન મોદીની સમક્ષ ઉપસ્થિત થઈને પોતાના અનુભવો વર્ણવશે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં 1થી 4 ઓક્ટોબર સુધી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ યોજાશે.