ઉપલેટાના કોડીવાડા સહિતના વિસ્તારોમાં હિંસક શ્વાનોનો ભારે ઉપદ્રવ થયો છે. દરરોજ અસંખ્ય લોકોને બટકાં ભરી લે છે, વાહનો પાછળ દોડતા હોઇ ચાલકો ડરીને વાહન તેજ ભગાવે છે અને તેના લીધે અકસ્માતના પણ બનાવો બને છે, છતાં તંત્ર લાચાર નજરે આ બધું નિહાળે છે અને પીડા લોકો ભોગવે છે.છતાં પાલિકાને કોઇ જ પગલાં લેવાનું કે શ્વાન પકડવાનું યાદ આવતું પણ નથી અને લોકો રજૂઆતો કરે તો પગલાં લેવામાં પણ પાલિકાના અધિકારીઓ સમજતા નથી.
ઉપલેટાના ખાસ કરી કોડીવાળા વિસ્તાર, નટવર રોડ, સરકારી હોસ્પિટલ પાસે, રેલ્વે સ્ટેશન ચોક, ખાટકીવાસ, બસ સ્ટેન્ડ ચોક, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં કૂતરાઓ દરરોજ અનેક લોકોની પાછળ દોડીને તેમને બટકા ભરે છે તેમજ રસ્તેથી નીકળતા નાના મોટા વાહનો પાછળ દોડતા અકસ્માતો પણ થઈ રહ્યા છે.