ભારતે સતત બીજી વખત અને એકંદરે પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું.
ભારત અને ચીન વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલનો પ્રથમ ક્વાર્ટર ટાઈ રહ્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ ઘણી તકો ઊભી કરી હતી, પરંતુ ચીનના ડિફેન્ડર્સ અને ગોલકીપરે શાનદાર રમત રમી હતી અને તેને ગોલમાં પરિવર્તિત થવા દીધી નહોતી. આઠમી મિનિટે અભિષેક સિંહે ગોલ પર સીધો શોટ ફટકાર્યો હતો. અહીં ચીનના ગોલકીપરે શાનદાર બચાવ કર્યો હતો.