સંસદમાં ઘૂસણખોરી કરનાર સાગર શર્માને દિલ્હી પોલીસ લખનઉ લાવી રહી છે. પોલીસ અહીં તેના ઘરની તપાસ કરશે તેમજ જે જગ્યાએથી જૂતાં ખરીદવામાં આવ્યાં હતાં તેના પુરાવા પણ જોશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પોલીસ સાગરને લઈને લખનઉ પહોંચી જશે. તેને બાય રોડ લાવવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં, દિલ્હી પોલીસ સાગર પાસેથી અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન મળેલા ઈનપુટની ખરાઈ કરશે. સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ LIUને આલમનગરમાં તેના ઘરમાંથી બે લાલ અને વાદળી રંગની ડાયરીઓ મળી આવી હતી. એટલું જ નહીં લખનઉ પોલીસની તપાસમાં જે પણ તથ્યો સામે આવ્યાં છે. તેની પણ તપાસ કરશે.
સાગરને લખનઉથી સ્પ્રે કેન છુપાવવા માટે ખાસ શૂઝ ડિઝાઈન કરાવ્યાં હતાં. દિલ્હી પોલીસ આ તમામ ઇનપુટની સંપૂર્ણ તપાસ કરશે. 13 ડિસેમ્બરે સાગર સંસદમાં ઘૂસી ગયો હતો. હાલ તે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
સાગરના પિતા રોશન શર્માએ જણાવ્યું હતું કે, 'સ્થાનિક પોલીસની એક ટીમ ફરીથી અમારા પુત્રના રૂમ અને અમારા ઘરે આવી હતી. તેઓએ સાગર સાથે સંબંધિત દસ્તાવેજો લીધા હતા અને યાદીમાં તેમની સહી કરાવી હતી. સાગર અને પરિવારનાં 4 બેંકોનાં ખાતાં છે. યાદીમાં એકાઉન્ટની પાસબુક પણ છે. આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની વિગતો પોલીસ તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાતાઓમાં રકમ વધારે નથી, પરંતુ જેમની સાથે ટ્રાન્ઝેક્શન થયું હતું તે લોકોની માહિતી મહત્ત્વપૂર્ણ છે. તેના ઘરમાંથી મળેલી ફાઈલમાં બેંક પાસબુક, પોકેટ ડાયરી, પુસ્તકો અને મુસાફરીની ટિકિટો અને દસ્તાવેજો કબજે કરીને દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
સાગરના શૂઝ અંગે પિતા રોશને જણાવ્યું કે દિલ્હી જતા પહેલાં પુત્રએ 700 રૂપિયામાં નવાં શૂઝ ખરીદ્યાં હતાં. ઘરના તમામ સભ્યોને તેણે શૂઝ બતાવ્યાં હતાં. પણ એમાં સ્પ્રે રાખી શકાય એ ખબર નહોતી.