Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પારડીના મોતીવાડા એસ્સાર પેટ્રોલંપપ પાસે મુંબઇ-સુરત હાઇવેના ટ્રેક પર શુક્રવારે મોડી રાત્રે પરફ્યુમ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત-જોતામાં આગે ભીષણ સ્વરૂપ પકડી લેતાં પોલીસની ટીમે બંને ટ્રેક બંધ કરાવ્યા હતાં. આગના વિકરાળ સ્વરૂપના કારણે દોડધામ મચી ગઇ હતી.

ફાયર બ્રિગ્રેડની ટીમે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. જો કે આગની સાથે ટ્રકમાં સતત બ્લાસ્ટ થતાં રહ્યા હતાં. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતાં.

Recommended