Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફરીથી વિવાદમાં આવી છે. ફેકલ્ટીમાં ‘પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસ’ વિષયે લેકચરનું આયોજન કરાયું હતું. જોકે કાર્યક્રમને પગલે વિવાદ થાય તેમ હોવાથી યુનિવર્સિટી સત્તાધીશોએ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હોવાના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપો કર્યા હતા.ફેકલ્ટીના ડીન જયરામ પોંડવાલે લેકચરનું આયોજન ફેકલ્ટીના ઓડીટોરીયમ ખાતે 14 સપ્ટેમ્બરે 4 વાગ્યે કર્યું હતું.


જેમાં આર્ટસના પોલીટીકલ સાયન્સ વિભાગના અધ્યાપિકા લાજવંતી ચટ્ટાણી વિષયગત લેકચર આપવાના હતા. જોકે તે પહેલા જ વિવાદ થયો હતો. સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું કે, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેમ કાર્યક્રમ ના રખાયો? વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને નુકશાન કરવા સામ્યવાદી વિચારધારાના લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વીસીને જાણ કરાતા તેમણે કાર્યક્રમ કેન્સલ રાખવા સૂચના આપી હતી. લાજવંતિ ચટ્ટાણી અગાઉ પણ આ કાર્યક્રમના પગલે વિવાદમાં આવી ચૂકયા છે અને કાર્યક્રમ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો.

પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસના લેકચરના પગલે વિવાદ થવાની વકીથી સિન્ડિકેટ સભ્યે ફરીયાદ કરતાં સત્તાધીશોએ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. જોકે સત્તાધીશોને આ વિશે પૂછવામાં આવતા તેમણે આ મુદે નિવેદન કરવાનું ટાળ્યું હતું.