કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગરમાં બે કોરોનાનાં બે કેસોના પગલે હવે અમદાવાદમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે. આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર જાગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જો કે શહેરમાં હાલમાં કોઈપણ રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવનાર નથી. કોરોનાના નવા કેસોના પગલે હવે સરકાર પણ જાગી છે.