Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ IPL 2025 માટે સાઉથ આફ્રિકાના બોલિંગ-ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરને કરારબદ્ધ કર્યો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બ્રાયડન કાર્સ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયા છે. કાર્સની જગ્યાએ, હૈદરાબાદે મુલ્ડરને 75 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.


IPL-2025 22 માર્ચથી શરૂ થશે. 2024ની રનર્સ-અપ ટીમ SRH 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે ઘરઆંગણે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

બ્રાયડનને કાર્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે તેને પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી તેને ટુર્નામેન્ટ છોડવી પડી. આ પહેલા, તેને ભારત સામેની વ્હાઇટ બોલ શ્રેણી દરમિયાન પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ લીગ 22 માર્ચથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે કોલકાતામાં રમાશે. બીજી મોટી મેચ 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ચેન્નઈમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.