ભારતમાં 30 વર્ષની મહેનત બાદ તૈયાર કરવામા આવેલી મલેરિયાની વેક્સીનને વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) લીલીઝંડી આપી દીધી છે. મલેરિયાની બીજી વેક્સીનને મંજુરી આપીને ભારતની મલેરિયાની આ વેક્સીનને તેની બીજી વેક્સીનની યાદીમાં સામેલ કરી છે. મલેરિયા એક એવી બીમારી છે જે તમામ વિકાસશીલ દેશોમાં તાંડવ મચાવે છે.
હાલમા જ વૈજ્ઞાનિકોએ મલેરિયાની બીજી વેક્સિન તૈયાર કરવામાં આવી છે. વર્લ્ડ ચેન્જર તરીકે ગણાતી આ વેક્સીનને ભારતની સીરમ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરી છે. આ વેકસીને ડબલ્યુએચઓના 75 માપદંડને પૂર્ણ કર્યા છે. આ વેક્સીનનુ નામ R21/Matrix-M રાખવામાં આવ્યું છે.
આ વેક્સીનના નિર્માણમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની પણ કેટલાક અંશે ભૂમિકા છે. અત્રે નોંધનીય છે કે ઘાનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ આ વેક્સીનને 5-35 મહિનાના બાળકોને આપવા માટે પણ મંજુરી આપી દીધી છે. આ જ વયના બાળકો મોટા ભાગે મલેરિયા જેવી બીમારીના શિકાર થાય છે.