Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત મેળવી છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ તરફથી, વિરાટ કોહલી (103* રન)એ તેની 48મી વન-ડે સદી ફટકારી. તેણે સૌથી ઝડપી 26 હજાર આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા છે. તેણે 567 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી પહેલાં સચિન તેંડુલકરે 600 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા.

પુણેના એમસીએ ગ્રાઉન્ડ પર ગુરુવારે ટૉસ જીતીને બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ભારતીય બેટર્સે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો.

બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યા છતાં ટીમ ઈન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ બાંગ્લાદેશ સાતમા નંબરે આવી ગયું છે. ભારતીય ટીમના 4 મેચ બાદ 8 પોઇન્ટ્સ છે જ્યારે બાંગ્લાદેશ માત્ર 2 પોઇન્ટ્સ જ બનાવી શકી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, કારણ કે કિવી ટીમનો નેટ રન રેટ ભારત કરતા સારો છે.