Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાના અનેક દેશોમાં સપ્તાહમાં કામના દિવસોને લઇને મંથન ચાલી રહ્યું છે. અમેરિકામાં સપ્તાહમાં પરંપરાગત 5 દિવસને બદલે 4 દિવસ કામ કરવાનો એક પાઈલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કામ કરવાના દિવસોમાં ઘટાડા બાદ જીવનમાં આવેલા ફેરફારોને લઇને થયેલા રિસર્ચમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે.


રિસર્ચ અનુસાર લોકો વધુ મળેલા સમયનો ઉપયોગ ઊંઘવામાં કરી રહ્યા છે. બોસ્ટન કોલેજના અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી જુલિયટ શોર અનુસાર તેમના ગ્રૂપે વૈશ્વિક સ્તર પર 180 સંસ્થાઓને ટ્રેક કરી હતી, જેમણે 6 મહિનાથી 4 કાર્યકારી દિવસની સિસ્ટમ અપનાવી હતી.

16 કંપનીઓના રિસર્ચમાં સામે આવ્યું કે વધુ સમયમાં કર્મચારીઓએ બહાર ફરવા અથવા તો મિત્રો-સંબંધીઓ સાથે સમય વિતાવવાને બદલે વધુ સુવાનું શરૂ કર્યું. હવે તેઓ 7 કલાકને બદલે 8 કલાક સૂવે છે. શોરે કહ્યું કે આ તારણથી પણ હું પણ ચકિત છું કે આટલો ઝડપી બદલાવ થઇ રહ્યો છે અને મોટા પાયે થઇ રહ્યો છે. પહેલાં 42.6% લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા.

ઓછી ઊંઘ લેનારની સંખ્યા ઘટીને હવે 14.2% થઇ ચૂકી છે.ઓછા કામકાજના દિવસનો ખ્યાલ તાજેતરમાં ચર્ચામાં છે. એક તરફ ટેસ્લાના ઇલોન મસ્કથી લઇને જેપી મોર્ગન ચેસ એન્ડ કંપનીના પ્રમુખ જેમી ડિમન જેવા બૉસ કર્મચારીઓને મહામારી પૂર્વેના સમયની માફક ઓફિસ આવવાનો નિર્દેશ આપે છે તો બીજી તરફ કામકાજના દિવસો ઘટાડવાને લઇને મોટા પાયે અવાજ ઊઠી રહ્યો છે.