અનુભવી બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે અંગત કારણસર પોતાનું નામ પાછું ખેંચ્યું છે.
BCCIએ સોમવારે કહ્યું ULGX કે વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરીને જણાવ્યું- 'તેણે હંમેશાં એ વાત પર ભાર મૂક્યો છે કે દેશનું પ્રતિનિધિત્વ હંમેશાં તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે, પરંતુ કેટલાક અંગત સંજોગો તેની હાજરીમાં અવરોધ લાવી શકે છે અને સંપૂર્ણ ધ્યાન આપવાની માગ કરે છે. બોર્ડ તેના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટરને ટેકો આપ્યો છે અને ટેસ્ટ શ્રેણીમાં પ્રશંસનીય પ્રદર્શન કરવાની બાકીની ટીમની ક્ષમતામાં વિશ્વાસ છે.