Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધર્મશાલા ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 473 રન બનાવ્યા હતા. દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 255 રનની લીડ મેળવી લીધી હતી. જસપ્રીત બુમરાહ 19 રન અને કુલદીપ યાદવ 27 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા.


ગુરુવારે HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેક ક્રોલી 79 રન બનાવીને આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેથી ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ આઠ વિકેટના નુકસાન પર 473 રન બનાવી લીધા હતા. જસપ્રીત બુમરાહ 16 રન બનાવીને નોટઆઉટ અને કુલદીપ યાદવ 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારત તરફથી પ્રથમ દાવમાં કેપ્ટન રોહિત શર્મા (103) અને શુભમન ગિલ (110)એ સદી ફટકારી હતી. દેવદત્ત પડિકલે 65 રન, યશસ્વી જયસ્વાલે 57 રન અને સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ માટે શોએબ બશીરને 4 સફળતા મળી. ટોમ હાર્ટલીએ બે વિકેટ લીધી હતી. જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સને પણ એક-એક સફળતા મળી હતી.

જસપ્રીત બુમરાહે શોએબ બશીર સામે સિંગલ લીધો. આ સાથે જ ભારતના 450 રન પણ પૂરા થઈ ગયા, ટીમની લીડ પણ 232 રન થઈ ગઈ. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા. બુમરાહની સાથે કુલદીપ યાદવ પણ પિચ પર હાજર હતો.