Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સંતકબીર રોડ ઉપર ઇમિટેશનના વેપારીઓ દ્વારા 2100 ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં 30 કલાકારોએ 1000 કિલો કલર તેમજ 48 કલાક મહેનતથી અયોધ્યાનો માહોલ ઉભો કર્યો છે. ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા ત્યારનો માહોલ આ રંગોળી દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં વિશાળ LED સ્ક્રીન દ્વારા અયોધ્યાનાં કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. તેમજ ભક્તોને પ્રસાદ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


વિશાળ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
ઇમિટેશન જવેલરી એસોસિએશનના પિન્ટુ રાઠોડના જણાવ્યા મુજબ અયોધ્યા ખાતે જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ત્યારે અયોધ્યામાં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ છે. તો રંગીલી ગણાતી રાજકોટ નગરી પણ અયોધ્યા નગરી બને તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્વેલરી માર્કેટમાં હાલ દિવાળી જેવો માહોલ છે. જેમાં અનેક બહુમાળી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. તો સાથે સંત કબીર રોડ ઉપર 2100 સ્ક્વેર ફૂટની રંગોળી કરવામાં આવી છે. જેમાં ભગવાન રામચંદ્રજી મહારાજ લખનજી મહારાજ અને ભગવતીમાં જાનકીજી સાથે લંકાથી અયોધ્યા પધારી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કંડારવામાં આવ્યા છે. 30થી વધુ આર્ટિસ્ટ દ્વારા 48 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ વિશાળ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.