ક્લબ યુવી આયોજિત રાસોત્સવમાં કડવા પટેલ સમાજે આઠમે મા ઉમિયા માતાજીની આતશબાજી, 30 હજાર દીવડાં અને ફ્લેશ લાઇટથી મા ઉમિયાની આરતી કરી હતી. ક્લબ યુવીના એડવાઈઝરી કમિટી મેમ્બર મૌલેશભાઈ ઉકાણીના જણાવ્યાનુસાર આ મહાઆરતીમાં મહેમાનો ઉપરાંત તમામ ખૈલેયાઓ જોડાયા હતા. આતશબાજી અંદાજિત 40 મિનિટ સુધી ચાલી હતી. આતશબાજીથી આકાશમાં મા ઉમિયાનું નામ લખવામાં આવ્યું હતું.
જે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મા ઉમિયાની જ્યારે આરતી કરવામાં આવી ત્યારે આખો માહોલ ધાર્મિકમય બની ગયો હતો. નોંધનીય છે કે, સિદસર ખાતે મા ઉમિયા માતાજીના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.