Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજના ડિઝિટિલ યુગમાં જે જગ્યા પર મોબાઈલનું નેટવર્ક ન આવે તે શહેર કે પછી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અસંભવ છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલ બાયપાસના ઓવરબ્રીઝ થી પશ્ચિમ તરફ 7 વર્ષથી પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે. ઉપરાંત વર્ષો થી આઇટીઆઇ, ડીવાયએસપી ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.

 

તેમ છતાં એક પણ મોબાઈલ કંપનીનું પુરતુ નેટવર્ક આવતું નથી. તેથી સરકારી કચેરીના કર્મીઓ, અરજદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ નાના મોટા ધંધાર્થીઓ ફોન પર વાત ન થવાથી કે નેટવર્ક ન આવવા થી ઈન્ટરનેટ સબંધી સેવાઓનો લાભ લઈ શકતા નથી. જેને લઈ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ બાબતે ગ્રાહકોએ નેટવર્ક સેવા સબંધીત કંપનીઓને અનેક વખત ફરિયાદો પણ કરી છે. તેમ છતાં સમસ્યા જેમ ની તેમ છે.