1 સપ્ટેમ્બર 2024થી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 39 રૂપિયા મોંઘો થયો છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી ટેલિકોમ રેગ્યુલેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે ફેક કોલ અને મેસેજને રોકી શકાશે.
આ સિવાય ઉડ્ડયન ઈંધણની કિંમતોમાં ઘટાડો થવાને કારણે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પ્રતિ કિલોલિટર (1000 લિટર) રૂ. 4,567નો ઘટાડો કર્યો છે. જ્યારે રાજસ્થાનમાં સિલિન્ડર 450 રૂપિયામાં મળશે.
19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 39 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં કિંમત હવે 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેનો ભાવ રૂ. 1652.50 હતો. કોલકાતામાં, તે ₹38 વધીને ₹1802.50 પર ઉપલબ્ધ છે, અગાઉ તેની કિંમત ₹1764.50 હતી.