દિલ્હી એરપોર્ટ આસપાસ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખોરવાય છે જેની અસર રાજકોટ આવતી ફ્લાઇટ પર પડી છે. રાજકોટ આવતી દિલ્હીની ફ્લાઇટ પોણા બે કલાક મોડી થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત બેંગ્લોરની ફ્લાઇટ પણ 40 મિનિટ મોડી હતી.
બુધવારે દિલ્હી એરપોર્ટમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખોરવાતા દેશ-વિદેશને જોડતી હવાઈ સેવાને અસર પડી હતી સાથોસાથ રાજકોટની હવાઈ સેવાને પણ અસર પડી હતી. ઈન્ડિગોની સાંજની ફ્લાઇટ 5:45 કલાકે લેન્ડ થઈ 6 કલાકે ટેક ઓફ થઇ હતી. દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટ 5:45 કલાકના બદલે રાત્રે 8 કલાકે આવી હતી.
દિલ્હી ફ્લાઈટ પોણા બે કલાક ડીલે કરવામાં આવી હતી. આ ઉપરાંત ધુમ્મસના કારણે બપોરના 3 કલાકની બેંગ્લોરની ફ્લાઈટ 40 મિનિટ ડીલે થઈ હતી. દિલ્હી અને બેંગ્લોરની ફ્લાઈટ ફ્લાઈટ મોડી પડતાં અનેક મુસાફરોના સમયપત્રક ખોરવાયા હતા.