Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મંગળવારે એટલે કે આજે દુનિયા 'મહાકાલ લોક'ની ભવ્યતા જોશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 કલાકે 200 સાધુ-સંતોની હાજરીમાં તેનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમનું 40 દેશોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ગાયક કૈલાશ ખેર મહાકાલ સ્તુતિ ગાશે.


આ સાથે જ મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કેરળ સહિત 6 રાજ્યોના કલાકારો આ દરમિયાન પરફોર્મન્સ આપશે. કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈન્દોરથી ઉજ્જૈન સુધીના 60 કિલોમીટરના વિસ્તારને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. 12 BDS ટીમ સહિત 6 હજાર જવાન સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યા છે.

ઈન્દોરમાં પ્લેનમાંથી ઉતર્યા બાદ PM મોદી સાંજે 5.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ઉજ્જૈન પહોંચશે. અહીંથી તેઓ સાંજે 6 વાગ્યે મહાકાલ મંદિર પહોંચશે. મંદિરમાં દર્શન કર્યા બાદ મહાકાલ લોક ખાતે સાંજે 6.30 કલાકે કોરિડોરના નંદી દ્વાર પર પહોંચશે અને મહાકાલ લોક દેશને અર્પણ કરશે. અહીં તેઓ ઈલેક્ટ્રિક વાહનથી મહાકાલ માર્ગની પૂજા-અર્ચના કરશે. આ પછી તેઓ કાર્તિક મેળાના મેદાનમાં સભાને સંબોધશે. PMની બેઠક 8 વાગ્યા સુધી ચાલી શકે છે. રાત્રે ઉજ્જૈનથી હેલિકોપ્ટર ટેકઓફની સુવિધા ન હોવાથી પીએમ રોડ માર્ગે ઈન્દોર પહોંચશે. અહીંથી દિલ્હી જવા ઉડાન ભરશે.

વડાપ્રધાનને ઈન્દોરથી ઉજ્જૈન પહોંચવા માટે વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટર ઈન્દોર એરપોર્ટ પર પહોંચી ગયા છે. 'Mi 17V5' નામના આ મીડિયમ લિફ્ટ એરક્રાફ્ટ ખાસ કરીને VIP ડ્યુટી માટે ડિઝાઇન અને મોડિફાઇડ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન રોડ માર્ગે ઉજ્જૈનથી ઈન્દોર જઈ શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને ઉજ્જૈન વચ્ચેના 50 કિમી લાંબા રસ્તાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે. ઈન્દોરથી ઉજ્જૈન એટલે કે 60 કિમી વિસ્તાર રોશનીથી ઝળહળતો તૈયાર છે. 6000 પોલીસકર્મીઓ સુરક્ષામાં તહેનાત છે. જેમાં રાજ્યભરના અધિકારીઓ સાથેની ખાસ ટીમનો સમાવેશ થાય છે. રાજ્યભરમાંથી 12 બી.ડી.એસની ટીમ છે. જે રોડ પર વડાપ્રધાનની અવરજવર હશે તે રોડ બે કલાક પહેલા બંધ કરી દેવામાં આવશે.