ઉત્તરપ્રદેશના હમીરપુરની એક માધ્યમિક શાળામાં 3 શિક્ષકાઓ એકબીજા સાથે બાખડી હતી. લગભગ 45 મિનિટ સુધી ત્રણેય શિક્ષકાઓ વચ્ચે લડાઈ ચાલી. આ વચ્ચે શાળાના બાળકોએ ત્રણેયને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્રણેય શિક્ષિકાઓએ બાળકોને ધક્કો મારીને લડતી રહી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ લડાઈ મોટેથી અવાજ અને ફોનમાં વીડિયો બનાવવાને લઈને થઇ હતી. હુમલાનો આ વીડિયો 2 ઓક્ટોબરનો હોવાનું જણાવાય રહ્યું છે. આ મામલો હમીરપુરના કુરારા વિસ્તારની ગર્લ્સ સ્કૂલનો છે. મામલો સામે આવ્યા બાદ ત્રણેય શિક્ષકોઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.