રાજકોટ જિલ્લા બાદ શહેર SOG પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે આજીડેમ ચોકથી આગળ માંડા ડુંગર નજીક ગાંજાના જથ્થા સાથે હિતેશ ઉર્ફે બન્ટી બાબરીયા (ઉ.વ.35)ને અટકાવી તલાસી લેતા તેની પાસેથી પોલીસે 17860 કિંમતનો 1.786 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ મળી કુલ 22,860નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી અગાઉ બે વખત NDPSના ગુના સહીત ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.