વૈશ્વિક સ્તરે હજુ અનિશ્ચિતત્તાનો માહોલ રહ્યો હોવા છતાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. જોકે, જુલાઇ મહિનામાં રોકાણ પેટર્નમાં બદલાવ આવ્યો છે. ઇક્વિટી ફંડ્સમાં લાર્જેકપની તુલનાએ સ્મોલકેપ ફંડ્સમાં રોકાણ હિસ્સો વધુ રહ્યો છે. ઈક્વિટીમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં ગયા મહિનાની ઈન્વેસ્ટમેન્ટ પેટર્ન રસપ્રદ રહી હતી. સ્મોલ-કેપ ફંડ્સે સૌથી વધુ રોકાણ કર્યું છે. તેનાથી વિપરીત, લાર્જ-કેપ ફંડ્સમાં મહત્તમ ઉપાડ જોવા મળ્યો હતો.
આ કારણે જૂનની સરખામણીએ તમામ પ્રકારના ઇક્વિટી ફંડ્સમાં રોકાણ ઘટ્યું છે. ઇક્વિટી ફંડ્સને જુલાઈમાં રૂ. 7,626 કરોડનું રોકાણ નોંધ્યું હતું. જ્યારે જૂનમાં રૂ. 8,637.50 કરોડ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, લાર્જ-કેપ, ફોકસ્ડ ફંડ્સ, ELSS અને ફ્લેક્સી-કેપ ફંડ્સને બાદ કરતાં મોટા ભાગના ઇક્વિટી ફંડ્સમાં આઉટફ્લો કરતાં વધુ ઇનફ્લો જોવા મળ્યો હતો. હકીકતમાં, રોકાણકારો સ્મોલ-કેપ ફંડ્સના સારા પ્રદર્શનથી આકર્ષાયા હતા. આ કારણે ગયા મહિને ઇક્વિટી ફંડ્સમાં કુલ રોકાણના 54.7% સ્મોલ-કેપ ફંડ્સમાં કરવામાં આવ્યું હતું.
સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ
Amfi દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અનુસાર જુલાઇમાં સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ રૂ. 4,171.44 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. જુલાઇ સતત ચોથો મહિનો હતો જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં ઇક્વિટી ફંડની તમામ શ્રેણીઓમાં સૌથી વધુ રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો.