મોટી કુંકાવાવ ખાતે રહેતા માત્ર 10 વર્ષના એક બાળકને 14 વર્ષના બે કિશોરે ઘરમા બોલાવી સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચરી તેનો વિડીયો બનાવી વાયરલ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.સોશિયલ મીડિયાના આક્રમણ અને દુષ્પરિણામો કેટલી હદે જોવા મળી રહ્યાં છે તેની ચેતવણી આપતો હોય તેવો કિસ્સો અમરેલી જિલ્લામા મોટી કુંકાવાવ ગામે બન્યો છે.
અહીના એક યુવાને પોતાના માત્ર 10 વર્ષના પુત્ર સાથે અઘટિત થયાની પોલીસમા રાવ કરી છે. તેણે મોટી કુંકાવાવમા તેના જ વિસ્તારમા રહેતા બે કિશોર સામે આ બારામા ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેમનો દસ વર્ષના પુત્રને આ બંને શખ્સોએ પોતાની સાથે લઇ જઇ બિભત્સ હરકતો કરી હતી. અને તેના કપડા ઉતારી સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય કરી તેનો વિડીયો ઉતાર્યો હતો. આ વાત કોઇને કહેશે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. અને ત્યારબાદ આ બંને કિશોરોએ સોશ્યલ મિડીયામા આ બિભત્સ વિડીયો વાયરલ પણ કર્યો હતો.