દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વાર્ષિક સ્તરે 35%ના CAGR સાથે વર્ષ 2032 સુધીમાં 2 કરોડ 72 લાખ યુનિટ્સ નોંધાય તેવી શક્યતા છે. એનર્જી એડવાઇઝરી, સોફ્ટવેર એન્ડ સર્વિસ ફર્મ કસ્ટમાઇઝ્ડ એનર્જી સોલ્યુશન્સના રિપોર્ટ ઇન્ડિયા ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ ઓવરવ્યૂ, 2023 અનુસાર વર્ષ 2023માં 10 લાખ કરતાં વધુ ઇવીના વેચાણનું અનુમાન છે.
વર્ષ 2032 સુધીમાં 35%ના CAGR સાથે ઇવીનું વેચાણ 2 કરોડ 72 લાખ થશે. ઇવી વેચાણમાં વૃદ્ધિ પાછળ કેટલાક પરિબળો છે જેમાં FAME-II સબસિડી, જે મુખ્ય ઉત્પ્રેરક છે, જેમાં વિવિધ ઇવી સેગમેન્ટને લઇને સબસિડી માટે $1.2 અબજની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે.
ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે $3.5 અબજની પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ એ દેશની ઇવી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને સારી રીતે દર્શાવે છે જેને કારણે દેશમાં ઇવી સપ્લાય ચેઇન સતત વિકસિત થઇ રહી છે. તદુપરાંત રાજ્ય સરકારો પણ ઇવીના પ્રમોશન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે કેટલીક પોલિસીઓ રજૂ કરી રહી છે.