મધ્યપ્રદેશના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ ડમ્પરમાં ભરેલી માટી મહિલાઓ પર ઠાલવી દીધી. જેના કારણે એક મહિલા તેની કમર સુધી અને બીજી તેના ગળા સુધી માટીના ઢગલામાં દટાઈ ગઈ. બાદમાં પાવડા વડે માટી કાઢીને બંનેને બહાર કાઢવામાં આવી. ત્યારબાદ એક મહિલા બેહોશ થઈ ગઈ.
મામલો મંગાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગેવ ચોકી ગામનો છે. આ વિવાદ શનિવારે થયો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ મામલો લીઝ પરની જમીન પર બળજબરીથી રોડ બનાવવાનો છે.
રવિવારે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ મામલે સરકારને ઘેરી છે.
એડિશનલ એસપી વિવેક લાલનું કહેવું છે કે મહિલાઓ વિરોધ કરી રહી હતી. ડમ્પરમાંથી માટી ઠાલવી દેવામાં આવી, જેમાં બે મહિલાઓ દટાઈ ગઈ. તપાસ ચાલુ છે.