અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પરિવાર કલ્યાણ રિજનલ ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર આધારિત પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રોહિત ગોહીલ નામના યુવાને ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યો. આત્મહત્યા કરતા પહેલા તેણે રડતા-રડતા અંતિમ વીડિયો બનાવીને ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ લગાવ્યા હતા. આ સંદર્ભે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
ડાયરેક્ટરના ત્રાસના કારણે ઓફિસમાં આત્મહત્યા કરી મૃતકના મામાના દીકરા સંજય ભાદરકાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક રોહિત નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ઓફિસમાં છઠ્ઠા માળે કોન્ટ્રાક્ટ પર પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. આ ઓફિસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અમૂલ પાટીલ રોહિતને સતત માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેણે ઓફિસમાં આત્મહત્યા કરી લીધી છે. આ ફરિયાદના આધારે પોલીસે ડાયરેક્ટર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
આપઘાતથી પૂર્વે તેણે 6 મિનિટ 43 સેકન્ડનો હૃદયદ્વાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે રડતા-રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું- ‘મારું નામ રોહીત ગોહીલ છે. મે આર.એચ.ઓ ઓફિસમાં 01-04-2019થી 15-05-2025 સુધી નોકરી કરી છે એટલે કે આર.એચ.ઓ ઓફિસમાં મેં છ વર્ષ નોકરી કરી છે. અહીંના ડો.અમોલ પાટીલ સર મને પાંચથી છ મહિનાથી માનસિક ત્રાસ આપે છે અને ટોર્ચર કરે છે.
પાટીલ સર ચાર્જમાં આવ્યા ને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું ડો. અમોલ પાટીલ સર અને જીગ્યાશા મેડમનુ સેટીંગ હતુ. આઈ થીંક બે વર્ષ પહેલા હું સાત વાગ્યે ઓફિસ બંધ કરીને ઘરે જતો તો શીવ સિનેમાની બાજુમાં કેફે છે તો ત્યાં પાટીલ સર ચા પીતા'તા તો મને જોઈ ગયા તો બે વર્ષ તો મને કાંઈ ન કર્યું. કેમ કે મેડમ ચાર્જમાં હતા જેવા તે ચાર્જમાં આવ્યા એવા મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવાનુ ચાલુ કર્યું. પાંચથી છ મહિનાથી મને ભયંકર માનસિક ત્રાસ આપે છે.