Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે સંસદમાં નવું ઈન્કમટેક્સ બિલ રજૂ કરશે. બુધવારે સાંસદોને બિલની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. તેનાથી 64 વર્ષ જૂના ઈન્કમટેક્સ એક્ટમાં થનારા ફેરફારોની ઝલક મળે છે. સરકારનો દાવો છે કે આ હાલના ઈન્કમટેક્સ એક્ટ-1961ને સરળ બનાવીને ઈન્કમટેક્સ કાયદાને સામાન્ય લોકોને સમજવા યોગ્ય બનાવશે અને તેની સાથે જોડાયેલા અદાલતી દાવાઓને ઓછા કરવામાં મદદરૂપ થશે. હાલના ઈન્કમટેક્સ કાયદાના હિસાબથી 1961થી લઈને હવે 66 બજેટ (લેખાનુદાન સહિત) રજૂ થયા છે.

નવું ઈન્કમટેક્સ બિલ હાલના ઈન્કમટેક્સ-1961થી આકારમાં નાનું છે. જોકે ધારાઓ અને શિડ્યૂલ વધુ છે. 622 પાનાના નવા બિલના 23 ચેપ્ટરમાં 536 ધારાઓ અને 16 શિડ્યૂલ છે, જ્યારે હાલના ઈન્કમટેક્સ એક્ટમાં 298 ધારાઓ, 14 શિડ્યૂલ અને તે 880થી વધુ પાનાનું છે. તેથી તમામ ધારાઓ હવે બદલાઈ જશે, જેમ કે ઈન્કમટેક્સ એક્ટમાં રિટર્ન ફાઈલ કરવું ધારા-139 હેઠળ આવે છે પરંતુ હવે નવા બિલમાં તે બદલાઈ જશે.