Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં વાર્ષિક 6 મિલિયન ટનની ક્ષમતા સાથેનો કચ્છમાં સૌથી મોટો સંકલિત સિંગલ સ્ટ્રીમ સિમેન્ટ પ્લાન્ટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ.હાલ વિવાદમાં ફસાયો છે. અબડાસા તાલુકાના મોટી બેર નજીક કાર્યરત આ એકમ તેમના સપ્લાયર્સ સાથે 150 કરોડની રકમની છેતરપિંડી કરી હોવાના અહેવાલ મળે છે. જેમાંથી 50 કરોડ કચ્છના ટ્રાન્સપોર્ટર્સના છે.


સપ્લાયર્સ સાથે 150 કરોડની રકમની છેતરપિંડી કરી
લોજિસ્ટિક ક્ષેત્રથી સંકળાયેલા ટ્રાન્સપોર્ટરના અંદાજે કરોડોની રકમ અટવાઈ છે. કચ્છના ચારથી પાંચ ટ્રાન્સપોર્ટર સહિત કુલ 16 જેટલા ધંધાર્થીઓના ચુકવણા નથી થયા. જો કે, અંતરંગ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ કંપનીએ બે દિવસથી ઉત્પાદન શરૂ કર્યું છે અને તે માટે જુના સપ્લાયર્સને 40% રકમ ચૂકવી કામ ફરીથી શરૂ કરવા અપીલ કરી છે.

ચાર મહિના અગાઉ પેમેન્ટમાં નાદારી નોંધાવી દીધી
સાંઘી એ પોતાના સપ્લાયર આઈએમઆર, વીસા, બાલાજી માલ્ટઝ, ટ્રાફિગુરા, ડીબી ટ્રેડલિંક જેવા ચાવીરૂપ સમક્ષ ચાર મહિના અગાઉ પેમેન્ટમાં નાદારી નોંધાવી દીધી હતી. આ સપ્લાયરોને કંપનીએ આશરે 150 કરોડ ચૂકવવાના થતા હતા. સૂત્રોનું માનીએ તો સાંઘીએ ભૂતકાળમાં અમુક ઇક્વિપમેન્ટ સપ્લાયરોની બેંક ગેરંટી પણ ખોટી રીતે વટાવી ખાધી હતી.