કોલંબિયામાં સદીઓ જૂનું શેરડીમાંથી તૈયાર કરાતું પીણું ‘વિચે’ ધીરે-ધીરે મંજૂરી અને સન્માન મેળવી રહ્યું છે. આ પીણું આફ્રિકી-કોલંબિયાઈ યુવાઓને ગેરકાયદે ટોળકીઓમાં સામેલ થતાં રોકવા અને ટોળકીઓ વિરુદ્ધ લડવાની એક રીત બની ગઈ છે. આ વિસ્તારના ગાઢ જંગલોમાં તસ્કરી, ડ્રગ માફિયા અને ઘણી ગેરકાયદે ટોળકીઓ સક્રિય છે. યુવાઓ પાસે રોજગાર અને તકોની અછત છે. આ કારણે તે તસ્કરી, ગેરકાયદે ખનન અને ડ્રગ્સના વેપારમાં સામેલ થતા હતા.
એસોસિયેશન ઓફ બ્લેક એન્ડ ઇન્ડિજિનસ પીજેન્ટ વુમેન ઓફ બ્યુનાવેન્ટુરાની અધ્યક્ષ ગ્લોરિયાએ જણાવ્યું ‘વિચે’ રોજગાર વધારવા, અપરાધ રોકવા અને આર્થિક આજીવિકા બનાવીને ક્ષેત્રના પર્યાવરણને સંરક્ષિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણા માટે આ જ્ઞાન, વંશ અને સંસ્કૃતિનું પ્રતીક છે. તેની વધતી માંગે યુવાઓને શેરડી અને તેને બનાવવા માટે જરૂરી છોડની સારી ઉપજ કરવા માટે પ્રેરિત કર્યા છે. તેના પ્રચાર-માર્કેટિંગમાં પણ યુવાનો આગળ આવીને ભાગ લઈ રહ્યા છે.
કોફીની જેમ વિચેને પણ વૈશ્વિક સ્તરે નિકાસ કરતી વસ્તુ બનાવી શકાય છે. તેનું કારણ દર વર્ષે કેલીમાં થનારું પેટ્રોનિયો અલ્વારેજ પેસિફિક કલ્ચરલ ફેસ્ટિવલ છે, 2022માં ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. વિચેનો ઉદ્યોગ વધારવામાં કેલીના એક બિઝનેસમેનની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. તેણે તેની આ બ્રાન્ડ તરીકે પેટન્ટ કરવાની કોશિશ કરી હતી.