IPL 2025ની પ્રથમ મેચ 21 માર્ચે કોલકાતામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ પણ અહીં 25 મેના રોજ યોજાશે. તે જ સમયે, વુમન પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 માર્ચ સુધી ચાલશે. આ વખતે ટુર્નામેન્ટ 2ને બદલે 4 સ્થળો પર રમાશે.
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, IPL સમિતિએ ટૂર્નામેન્ટની શરૂઆતની વિગતો તમામ ફ્રેન્ચાઇઝીઓને મોકલી છે, જેથી તેઓ ખેલાડીઓને લઈને તેમની તૈયારીઓ શરૂ કરી શકે. કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
IPLની મેગા ઓક્શન નવેમ્બરમાં થઈ હતી. જે બાદ કમિટીએ તમામ ટીમોને આગામી 3 વર્ષનું સંભવિત શેડ્યુલ જણાવ્યું હતું. જે મુજબ આ વખતે ટૂર્નામેન્ટ 15 માર્ચથી 25 મે દરમિયાન યોજાવાની હતી. જો કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે રમાશે. તેથી ખેલાડીઓને આરામ આપવા માટે BCCIએ IPLની શરૂઆતની તારીખ એક સપ્તાહ લંબાવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અને UAEમાં 19મી ફેબ્રુઆરીથી શરૂ થઈને 9મી માર્ચ સુધી રમાશે. IPL 2 અઠવાડિયા પછી શરૂ થશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો પણ ખેલાડીઓ પાસે આરામ માટે પૂરતો સમય હશે.