Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો રાજકારણમાં આવ્યા તે પહેલાં ફર્નિચરના વ્યાપારી હતા. તેમના પરિવારનો રાજકારણ સાથે કોઈ નાતો નહોતો. જોકો 2005માં સુરાકાર્તાના મેયર અને પછી 2012માં જાકાર્તાના ગવર્નર બન્યા હતા. 20 ઓક્ટોબર 2014ના રોજ વિશ્વના ત્રીજા સૌથી મોટા લોકશાહી દેશના રાષ્ટ્રપતિ બન્યા. ક્યારેક ઈન્ડોનેશિયામાં લોકશાહીની સ્થાપના કરનારા વિડોડ પર પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

જોકોના મોટા પુત્ર ગીબ્રેન રાકાબુમિંગનો કેટરિંગનો વ્યવસાય હતો પરંતુ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ અને તેમના ફૂઆ અનવર ઉસ્માનના આદેશ બાદ ગીબ્રેન માટે ઉપરાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે, એથિક્સ કમિટીએ અનવરને હટાવવાની ભલામણ કરી છે. 14 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે.

દક્ષિણ એશિયાના ઘણા દેશોના રાજકારણમાં પરિવારોનો કબજો
પાકિસ્તાનઃ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને પુત્રી બેનઝીર પીએમ હતાં. બેનઝીરના પતિ આસિફ અલી રાષ્ટ્રપતિ હતા. હવે તેમનો પુત્ર બિલાવલ પીપીપીના પીએમ પદના ઉમેદવાર છે. નવાઝ અને શાહબાઝ શરીફ પીએમ બન્યા. શાહબાઝનો પુત્ર હમઝા સીએમ બન્યો. પાર્ટીનું સંચાલન નવાઝની પુત્રી મરિયમના હાથમાં છે.

શ્રીલંકાઃ રાજપક્ષે પરિવાર સત્તા પર કબજો જમાવી રહ્યો છે. મહિન્દા રાજપક્ષે 2010માં બે વખત રાષ્ટ્રપતિ રહ્યા હતા. તેમના મોટા ભાઈ ચેમલ સંસદના સ્પીકર હતા. નાના ભાઈઓ બેસિલ અને ગોટાબાયા આર્થિક વિકાસ અને સંરક્ષણ મંત્રી હતા. ગોટાબાયા 2019માં રાષ્ટ્રપતિ બન્યા હતા.