દેશની અંદાજે 19.25% લિસ્ટેડ કંપનીઓની આવક પોતાના લોનની ચૂકવણી કરવા માટે પર્યાપ્ત નથી. અંદાજે 1,995 લિસ્ટેડ કંપનીઓના સપ્ટેમ્બર 2023 સુધીના આંકડાઓના વિશ્લેષણ કરવાથી આ જાણકારી મળી છે. તેમાંથી અંદાજે 384 કંપનીઓનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એકથી ઓછો છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કોઇ કંપનીનું વ્યાજ અને ટેક્સથી પહેલી કમાણી અને તેના વ્યાજની ચૂકવણીનો ગુણોતર છે. જો સતત ત્રણ વર્ષ આ પ્રમાણ એકથી ઓછું રહે તો આવી કંપનીઓ ઝોમ્બી કંપનીઓ કહેવાય છે.
RBIના આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ 33.9% લિસ્ટેડ કંપનીઓનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 1થી ઓછો હતો. વધેલા વ્યાજદરોને કારણે નાની કંપનીઓ સૌથી વધુ જોખમમાં છે. 100 કરોડથી ઓછી વાર્ષિક વેચાણ ધરાવતી કંપનીઓમાંથી અંદાજે 23.9% કંપનીઓનો નેટ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 1થી ઓછો છે. 100 થી 1000 કરોડ રૂપિયાના વેચાણ વાળી આવી 19.1% કંપનીઓ છે. બેન્કો દ્વારા ઉધાર આપવાનો વેઇટેજ એવરેજ નવેમ્બર 2022માં 8.86% હતો જે નવેમ્બર 2023માં વધીને 9.34% થયો હતો. તેને કારણે કંપનીઓની મૂડીખર્ચ વધ્યો હતો અને તેઓ જોખમમાં આવી ગઇ હતી.