સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર ડાઉન હોવાના અહેવાલ છે. સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ યુઝર્સ લોગીન કરી શકતા નથી. ડાઉન ડિટેક્ટર અનુસાર ટ્વિટર લોગિન સમસ્યા શુક્રવારે સવારે 7.30 વાગ્યે શરૂ થઈ. અત્યાર સુધી ટ્વિટરે ડાઉનને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. 27 ઓક્ટોબર ટેસ્લાના સ્થાપક એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું હતુ.
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર વિશ્વના ઘણા ભાગોમાં ડાઉન થઈ ગયું છે, કેટલાક યુઝર્સને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આજે સવારથી ઘણા યુઝર્સ તેમના ટ્વિટર એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને Twitter પર તેમની ફીડને ઍક્સેસ કરી શકતા નથી. ફીડ પેજ પર, યુઝર્સને એક સંદેશ જોઈ રહ્યા છે જેમાં લખ્યું છે Something went wrong, but don’t fret — let’s give it another shot. જો કે, માત્ર વેબ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એપ્લિકેશન યુઝર્સ માટે બધુ બરાબર છે. જો કે કેટલાક યુઝર્સ માટે બરાબર કામ કરી રહ્યું છે, જ્યારે કેટલાક યુઝર્સ લોગીન કરવામાં મુશ્કેલી પડી રહી છે.