Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની માત્ર 4.2% વસતી સુધીની પહોંચ સાથે ભારત ઇન્સ્યોરન્સના મામલે વિશ્વના અનેક દેશોથી પાછળ છે. જો કે દેશની કુલ 22 સરકારી અને બિન-સરકારી વીમા કંપનીઓ હવે અંદાજે 92% જિલ્લા કવર કરી રહી છે. વીમા નિયામક ઇરડાના તાજેતરના આંકડાઓ અનુસાર, 2019-20 બાદ પહેલી વાર લાઇફની ઓફિસની સંખ્યા વધી છે. 2022-23 દરમિયાન ટિયર-2 શહેરોમાં આ કંપનીઓની ઓફિસની સંખ્યા વાર્ષિક હિસાબે 3.5% વધીને 1,311 થઇ છે.


તેની તુલનાએ 2021-22માં આ આંકડો 1,267 હતો. આ રીતે ટિયર-3 શહેરોમાં આ કંપનીઓની ઓફિસની સંખ્યા 2.21% વધીને 1,856 થઇ ચૂકી છે. નાના-મધ્યમ એટલે કે ટિયર2-3 શહેરોમાં વીમા કંપનીઓની ઓફિસની સંખ્યા 2021-22ની તુલનાએ 2022-23માં વધી છે. અગાઉ સતત ચાર વર્ષ આ મામલે ઘટાડો જોવા મળ્યો છે. વીમા કંપનીઓને આશા છે કે ઓફિસની સંખ્યા વધુ વધીને આ વર્ષે કોવિડ પૂર્વેના સ્તરે પહોંચી જશે.

સરકારી કંપનીઓની ઓફિસ વધી, ખાનગી કંપનીની ઘટી
31 માર્ચ 2023 સુધી, સરકારી જીવન વીમા કંપનીઓની પાસે દેશના 750 જિલ્લામાંથી 688 જિલ્લામાં ઓફિસ હતી. આ ઓફિસ 92% જિલ્લાને કવર કરે છે. 2021-22માં જ્યાં ટિયર-2 શહેરોમાં તેની 562 ઓફિસ હતી, તે 2022-23માં આ સંખ્યા વધીને 1,357 થઇ ચૂકી છે. દરમિયાન ટિયર-3 શહેરોમાં તેની ઓફિસ વધીને 1,357થી વધીને 1,360 થઇ ચૂકી છે. જ્યારે ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓની ઓફિસ 604 જિલ્લામાં હતી.