દુનિયાના સૌથી મોટા ટેક ઇવેન્ટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોનું (સીઇએસ) અમેરિકાના શહેર લાસ વેગાસમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરની 4000થી વધુ કંપનીઓ અને સ્ટાર્ટઅપ કંપનીઓ નવી ટેક્નોલોજી સાથે સજ્જ પ્રોડક્ટસ અને તેના પ્રોટોટાઇપ રજૂ કરી રહી છે. સીઇએસમાં સામેલ થયેલી 35 ટકા કંપનીઓ અમેરિકાની છે. જેમાં લેનોવોના ટૂ ઇન વન લેપટોપ, કોહલર કંપનીના સ્માર્ટ કમોડ,એક્સપેંગ એરો એચટીની ફ્લાઇંગ કાર મુખ્ય આકર્ષણ છે. બીજી બાજુ ઓકલેની બિલ્ટ ઇન હિયરિંગ એડસવાળાં ચશ્માં, પામપ્લગ કંપનીના વીયરેબલ મોજાં, ઓગમેન કંપનીના એઆઇ રોબોટ પણ આમાં સામેલ છે. સીઇએસમાં શોકેસ કરવામાં આવેલી કેટલીક શાનદાર પ્રોડક્ટસની ખાસ વિશેષતા જાણવા જેવી છે.