સરકારી એજન્સીઓ અને કંપનીઓ દર વર્ષે કેટલાય સેટેલાઈટ પૃથ્વીની કક્ષાઓમાં સ્થાપિત કરી રહી છે. વિજ્ઞાનીઓનો અંદાજ છે કે થોડાં વર્ષોમાં પૃથ્વીની ચોતરફ ફરતાં આ સેટેલાઈટની સંખ્યા 10 લાખ સુધી પહોંચી જશે. તેને મોકલવા માટે ઉપયોગમાં લેવાતાં રોકેટોથી ઉત્સર્જનનું સ્તર પણ ઘણું વધી જશે. તેનાથી પૃથ્વીના વાયુમંડળના પ્રાચીન સ્તરોને ભારે નુકસાન થશે. જૂના ખરાબ સેટેલાઈટનો કચરો પણ ધરતી પર પડતો રહેશે.
1990માં નાસા દ્વારા ઘણાં રોકેટ મોકલ્યા બાદ કેપ કનેવરલની એકદમ ઉપર ઓઝોનમાં એક નાનું છીદ્ર થઈ ગયું હતું. 2022માં અભ્યાસ દ્વારા જણાયું કે રોકેટ મોકલવાનો દર 10 ગણો વધ્યો છે. તેનાથી આકાશના કેટલાક ભાગમાં તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધ્યું. વાયુમંડળનો ઉપરી ભાગ અંતરિક્ષ યાનોમાંથી નીકળનારી ધાતુઓથી ભરાયેલો છે.
વિજ્ઞાનીઓને ચિંતા છે કે અંતરિક્ષ એજન્સીઓ રોકેટની સફળતા સાથે જોડાયેલાં જોખમોનું આંકલન કરે છે. વિજ્ઞાનીઓ વધતી અંતરિક્ષ અર્થવ્યવસ્થાને સીમિત નથી કરવા ઈચ્છતા પણ તેમને ડર છે કે તેનાથી ગંભીર પરિણામોને આપણે ધ્યાનબહાર ન રાખી દઈએ.
નીચલી કક્ષામાં 9 હજારથી વધુ સેટેલાઈટ સ્થાપિત કરાયા છે
પૃથ્વીની નીચલી કક્ષામાં 9 હજારથી વધુ સેટેલાઈટ સ્થાપિત કરાયા છે. તેમાં પાંચ હજારથી વધુ સ્ટારલિન્કના છે. આ એક પ્રકારનું તારામંડળ છે, જેને સ્પેસ એક્સ ધરતીના ખૂણે-ખૂણા સુધી ઇન્ટરનેટ સેવા સ્થાપિત કરવા માટે બનાવી રહ્યું છે. તેને પૂર્ણ કરવા હજારો સેટેલાઈટ મોકલવાના બાકી છે.