શક્તિશાળી પાસપોર્ટની શ્રેણીમાં પહેલા ક્રમાંકે 6 દેશ છે. આ યાદીમાં ભારતનું સ્થાન 80મું છે. પ્રથમ ક્રમાંકે આવનારા છ દેશોમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, જાપાન અને સિંગાપોર છે. જ્યારે આ વર્ષે ભારતના રેન્કિંગમાં 3 ક્રમનો સુધારો થયો છે. ભારત હવે 80મા ક્રમાંકે પહોંચી ગયું છે.
પાસપોર્ટ રેન્કિંગ જારી કરનારી સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સે વર્ષ 2024નો પાસપોર્ટ ઇન્ડેક્સ જારી કર્યો છે. આ રેન્કિંગ તે આધાર પર નક્કી કરાય છે કે કયા દેશનો પાસપોર્ટ હોલ્ડર કેટલા અન્ય દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ કરી શકે છે. ગત વર્ષે પહેલા સ્થાન પર સિંગાપોર અને જાપાન હતા, આ વર્ષે તેની સાથે ચાર યુરોપિયન દેશ પણ છે. પહેલા ક્રમાંકે રહેનારા દેશના લોકો 194 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ કરી શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકોવિઝા વગર 62 દેશોમાં મુસાફરી કરી શકે છે.