FIH મહિલા હોકી ક્વોલિફાયરની સડન ડેથ-2 સેમિફાઈનલમાં ભારતને જર્મની સામે 2 (3)-2 (3)થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતે ત્રીજા સ્થાન માટે જાપાન સાથે રમવું પડશે. ટુર્નામેન્ટની ટોપ-3 ટીમને પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળશે.
રાંચીમાં ગુરૂવારે રમાયેલી સેમિફાઈનલ મેચ 2-2થી બરાબર રહી હતી. આવી સ્થિતિમાં વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં 3-3ની બરાબરી બાદ મેચ સડન ડેથમાં ગઈ હતી.
પ્રથમ સડન ડેથમાં ભારતીય ટીમે સમાનતા હાંસલ કરી હતી, પરંતુ સડન ડેથમાં સવિતા બચાવ કરી શકી ન હતી અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લી ઘડીએ પેનલ્ટી કોર્નરથી ગોલ થયો હતો
ભારતીય ટીમે 60મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો અને લાસ્ટ હૂટરમાં સ્કોર 2-2થી બરાબર કર્યો. મેચની 58 મિનિટે ભારતીય ટીમ 1-2થી પાછળ હતી.
ભારત માટે દીપિકાએ 15મી મિનિટે પેનલ્ટી કોર્નર પર અને ઈશિકા ચૌધરીએ 59મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. જર્મનીથી ચાર્લોટ સ્ટેપનહોર્સ્ટ 27મી અને 57મી મિનિટમાં ફિલ્ડ ગોલ કર્યા.