Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

IPL-2024ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈ સામે પંજાબની આ સતત પાંચમી જીત છે. ટીમે વર્તમાન સિઝનમાં સતત બીજી મેચ જીતી છે. આ જીત સાથે પંજાબની પ્લેઑફની આશા અકબંધ છે. ટીમના 4 જીત સાથે 8 પોઈન્ટ છે.


ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બુધવારે પંજાબે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન સેમ કરન 26 અને શશાંક સિંહ 25 રને અણનમ પરત ફર્યા હતા.

PBKSના ઓપનર જોની બેયરસ્ટોએ 46 રન અને રિલી રૂસોએ 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. શાર્દૂલ ઠાકુર, રિચર્ડ ગ્લીસન અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી.

CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં 62 રન બનાવ્યા હતા. તેણે સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી. ગાયકવાડનો આ સતત ત્રીજો 50+ સ્કોર છે. ગાયકવાડ સિવાય અજિંક્ય રહાણેએ 29 રન અને સમીર રિઝવીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. હરપ્રીત બ્રારે 2 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને રાહુલ ચહરને એક-એક વિકેટ મળી હતી.