ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ નવી સરકારની મજબૂતાઇ જ લાંબા ગાળે ફંડ એકત્રીકરણને અસર કરશે. મૂડીઝ અનુસાર યુએસમાં આર્થિક સ્થિતિમાં નરમાઇ તેમજ યુરોપિયન ઝોનમાં વર્ષ 2024માં નબળી માગને કારણે એશિયા પેસિફિકમાં ઉત્પાદિત માલસામાનની માંગને વધુ મંદ કરશે અને વૈશ્વિક કોમોડિટીના ભાવને અંકુશમાં રાખશે પરંતુ ભારત જેવા ઉભરતા બજારો તેની અસરને મર્યાદિત રાખવામાં સફળ રહેશે.
મૂડીઝે તેના રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણી ખાસ કરીને ઇન્ડોનેશિયા સહિત જ્યાં નેતૃત્વમાં બદલાવની સંભાવના છે ત્યારે પોલિસીમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. જ્યાં સરકાર ખાસ કરીને યુએસ અને ચીનને લઇને ભૌગોલિક રાજકીય સંબંધોને લઇને વધુ ચિંતિત છે. તદુપરાંત આર્થિક સંકટ, ક્લાઇમેટ ચેન્જને લઇને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર કામગીરી કરવાની જરૂર જણાઇ રહી છે.
ભારતમાં આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન સામાન્ય ચૂંટણીનું આયોજન છે. ગત મહિને, રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું હતું કે મોદી સરકાર ભારતમાં ફરીથી સત્તા પર આવશે અને આગામી સમયમાં પણ એ જ નીતિ યથાવત્ રહેશે. દેશમાં વર્ષ 2014 દરમિયાન મોદી સરકાર સત્તા પર આવી હતી.