આઇટી સર્વિસિઝ કંપનીઓ સતત સારી કંપનીઓને હસ્તગત કરી રહી છે. આમાંની મોટાભાગની એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ER&D) કંપનીઓ છે. આ એક ઝડપથી વિકસતું ક્ષેત્ર છે જે આવકના નવા સ્ત્રોતનું સર્જન કરી રહ્યું છે. ગયા અઠવાડિયે કોગ્નિઝન્ટે બેલ્કનને રૂ.10,863 કરોડમાં હસ્તગત કરી હતી.આ વર્ષની શરૂઆતમાં જ ઇન્ફોસિસે રૂ.4,011 કરોડમાં ઇન-ટેક અને રૂ. 284 કરોડમાં ઇન્સેમી હસ્તગત કરી હતી.
આ ચોક્કસ વલણના સ્પષ્ટ સંકેતો છે.કોગ્નિઝન્ટના સીઈઓ રવિ કુમાર એસએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે બેલ્કનનું મર્જર વિશાળ અને ઝડપથી વિકસતા એન્જિનિયરિંગ આર એન્ડ ડી સર્વિસિસ માર્કેટમાં કોગ્નિઝન્ટની સ્થિતિને મજબૂત બનાવશે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે કંપની એન્જિનિયરિંગ આર એન્ડ ડી માર્કેટમાં તેની સ્થિતિ મજબૂત કરી રહી છે.
આ તમામ પોઝિટીવ બાબતોના કારણે આવકના નવા રસ્તા ખુલશે, 10 ટકાની ઝડપી વૃદ્ધિની શક્યતા છે તેવો નિર્દેશ ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ઝિનોવના સિદ્ધાંત રસ્તોગીએ દર્શાવ્યો હતો. વધુમાં IT કંપનીઓ અત્યાધુનિક એન્જિનિયરિંગ R&D સુધી પહોંચ વધારી રહી છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગે એક અહેવાલમાં જણાવ્યું હતું કે,“આઉટસોર્સિંગ બુકિંગમાં એક્સેન્ચરનું બુક-ટુ-બિલ 1.5 ગણું ભારતીય IT ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત છે.